પુણેમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતે ચોથી T20 પોતાના નામે કરી
પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 166 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેના માટે હેરી બ્રુકે અડધી સદી ફટકારી હતી. ભારતે આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. […]