અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ
અમદાવાદઃ દુનિયામાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. દરમિયાન આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડની ટીમ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ ભારત સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટ મેચ રમશે. […]


