બનાસકાંઠામાં પશુઓમાં વ્યાપેલા રોગચાળા સામે પશુપાલન વિભાગે રસીકરણની કામગીરી આરંભી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા બનાસડેરી અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના કાંકરેજ તાલુકાના 109 ગામોમાં સઘન રસીકરણ કરાશે. દોઢ લાખથી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરાશે. તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ […]