1. Home
  2. Tag "Exam"

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે તા. 15મી મેએ લેવાશે નિર્ણય

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે રાજ્યમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. તેમજ ધો-1થી 9 તથા 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ 10મે થી શરૂ થતી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. જો કે, તા. 15મી મેના રોજ રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કરીને બોર્ડની પરીક્ષાની નવી તારીખનો નિર્ણય લેશે. શિક્ષણમંત્રી […]

GTUમાં હવે કોરોનાની વેક્સિન લીધી હશે તેવા વિદ્યાર્થીઓને જ પરીક્ષાના ફોર્મ ભરવા દેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ તેના નિવારણ માટે વિશેષ પ્રમાણમાં વેક્સિનેશનની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ વિન્ટર 2021ના એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે વેક્સિનેશનને ફરજિયાત કરી દીધું છે. વેક્સિન લીધી હશે તે જ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં […]

યુનિ.-કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના તમામને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવા શૈક્ષણિક સંઘની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં […]

કોરોનાના કારણે JEE Main ની પરીક્ષા રદ : હવે 15 દિવસ પહેલાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main 2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજાવાની […]

ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, ધો-10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધો-10 અને ધો-12ની બોર્ડની […]

ગુજરાત બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં લેવાનારી દોરણ 10 અને 12ની પરીક્ષા એકાદ મહિના પાછી ઠેલવાની માગ થઈ રહી છે, ત્યારે શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના […]

ગુજરાતમાં કોરોનાના પગલે ધો-1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગણી

ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને લખ્યો પત્ર બોર્ડની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં રાખવા રજૂઆત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધો-1થી 9ના […]

GPSC અને માહિતી ખાતાની પરીક્ષા મોકુફઃ હવે પછી નવી તારીખ જાહેર કરાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો રહેર વધતો જાય છે. રોજબરોજ કોરોનાના કેસોમાં વધોરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત યુનિર્વસિટી અને જીટીયુએ પણ પરીક્ષા મોકુફ રાખી છે. જ્યારે આગામી સમયમાં લેવાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં શનિવારે લેવાનારી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. […]

રાજ્યમાં કોરોનાને લીધે PSIની ભરતી માટેની શારીરિક પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે તેથી સરકારે જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. બીજી બાજુ સરકારી ભરતીના કાર્યક્રમો પણ પાછા ઠેલવામાં આવી રહ્યા છે જેમાં પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-2021માં લેવામાં આવવાની હતી પણ કોવિડ-19ની પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ શારિરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. હવે પછી પરીક્ષાનો નવો […]

કોરોનાનું વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખી

યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અન લાઈબ્રેરી બંધ કરાઈ સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. કોરોના સંક્રમણને પગલે સરકારી ભરતીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પણ તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીની પરીક્ષાઓ મોકુફ રાખી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code