1. Home
  2. Tag "Exam"

અમદાવાદના 140 સેન્ટર પર ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં ધોરણ-12 તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. સાથે જ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે.સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ હતી. અમદાવાદના 140 સેન્ટર પર આજથી પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ શહેરના 140 સેન્ટરો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ […]

ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યૂના પગલે પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે કોરોનાના કારણે 8 મહાનગર પાલિકા સિવાયના વિસ્તારમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. જેથી અગાઉની પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ અને […]

અમદાવાદઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન મુદ્દે આંદોગનના માર્ગે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસપ્રમોશનની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા હવે વિદ્યાર્થીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.  અમદાવાદના ગાંધી […]

ગુજરાતઃ 20મી જુલાઈથી ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજાશે

અમદાવાદ  : રાજ્યના  શિક્ષણ વિભાગ દ્વારા ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમ કસોટી 20થી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં ઉત્તરવહીઓ શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. એટલે કે ધો.8ના વિદ્યાર્થીઓ […]

વેક્સિન લીધી ન હોય તેવા વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષામાં બેસવા દેવાશે કે કેમ ?

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવા મંજૂરી તો આપી છે પરંતુ સાથે સાથે કેટલાક નિયમો પણ જાહેર કર્યા છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટીઓ અને કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી […]

ગુજરાત: ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈએ

રિપીટર વિદ્યાર્થીઓની યોજાશે પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે પરીક્ષાનો કાર્યક્રમ જીએસઈબી દ્વારા લેવાયો નિર્ણય ગાંધીનગર: ગુજરાતમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે એક પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.જેનો જવાબ થોડા દિવસો પહેલા GSEB  દ્વારા આપવામાં આવ્યો હતો અને ધોરણ 10-12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. આજે […]

ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તા.15મી જુલાઈથી યોજાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થતી 30 જેટલી પરીક્ષાઓ મોકૂફ

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં એક પછી એક પરીક્ષાઓ રદ થઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થયાં પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં  15 જૂનથી શરૂ  થનારી 30 પરીક્ષાઓ ઉપર લટકતી તલવાર મંડાઈ હતી. હવે આ પરીક્ષાઓ હાલ તબક્કે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં […]

સરકારે ધો. 12ની પરીક્ષા નહીં લેવોનો મોડો નિર્ણય કરીને વિદ્યાર્થીઓને તનાવમાં રાખ્યાઃ કોંગ્રેસ

અમદાવાદઃ ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code