રાજકોટના ધોરાજી પંથકમાં સતત વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડુતોની કફોડી સ્થિતિ
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે. ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. […]