1. Home
  2. Tag "Failed"

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]

સુરતમાં MBBSના ત્રીજા વર્ષના 120 વિદ્યાર્થીઓને BP માપતા ન આવડતા નાપાસ કરાયાં

સુરતઃ  ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં અનેક તબીબી કોલેજો અસ્તિત્વમાં આવી છે. ઘણીબધી તબીબી કોલેજોમાં પુરતા અધ્યાપકો કે પુરતું ઈન્ફાસ્ટ્રકચર પણ હોતું નથી. એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવે ત્યારે કામચલાઉ સ્ટાફને અન્ય કોલેજોમાંથી લાવવામાં આવતો હોય છે. અધ્યાપકો ન હોય તેવી કોલેજોના વિદ્યાર્થીઓ કેવું ભણતા હશે તે પ્રશ્ન છે. નર્મદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તબીબી કોલેજના 120 જેટલા ત્રીજા વર્ષમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે કરોડના ખર્ચે બનાવેલો મિનરલ પાણીનો પ્લાન્ટ નિષ્ફળ ગયો

અમદાવાદ: શહેરના મ્યુનિ કાર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઘણીવાર અવિચારી ખર્ચ કરીને યોજના બનાવવામાં આવતી હોય છે. એવી ઘણી યોજનાઓ છે કે, તેનું બાળ મરણ થયું હોય અને કરેલા ખર્ચ માથે પડ્યો હોય, આવી જ એક યોજના મિનરલ બોટર બોટલની બનાવવામાં આવી હતી. આ યોજના નિષ્ફળ જતાં બે કરોડનો કરેલા ખર્ચ માથે પડ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું […]

સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની ભારત પાસે સંપૂર્ણ ક્ષમતાઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય […]

કોમ્પ્યુટર બ્રાન્ચના 51માંથી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ વિષયમાં નાપાસ કરાતા GTUમાં રજુઆત

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી પરીક્ષામાં શહેરની એક ઇજનેરી કોલેજમાં કોમ્પ્યુટર એન્ડ સાયન્સ બ્રાન્ચના  કુલ 51 પૈકી 46 વિદ્યાર્થીઓને મશીન લર્નિગ વિષયમાં નાપાસ જાહેર કરાતા  વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે. આ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ કરાવ્યા પછી પણ પરિણામમાં કોઇ ફેર પડયો નહોતો. વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓ આરટીઇમાં માગ્યા બાદ તમામ જવાબો લખ્યા હોવાનું બહાર […]

રાજકોટના ધોરાજીમાં વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પણ ભાદરવા મહિનામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક પાકોનું ધોવાણ થયું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે અને ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો […]

રાજકોટના ધોરાજી પંથકમાં સતત વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડુતોની કફોડી સ્થિતિ

રાજકોટઃ  જિલ્લાના ધોરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ  ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે. ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. […]

ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને બનાવ્યું નિષ્ફળઃ ડ્રોન તોડી પાડી વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કનાચક વિસ્તારમાં પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનને તોડી પાડીને પાંચ કિલો વિસ્ફોટક આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રોન ભારતીય સીમાની અંદર 6 કિમી આવ્યું હતું. સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ડ્રોન નજરે પડે છે. આતંકવાદીઓ ડ્રોનના મારફતે મોટા કાવતરાને અંજામ આપે તેવી આશંકા ગુપ્તચર એજન્સીઓએ […]

રાજકોટમાં વિદેશની જેમ શરૂ કરાયેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને નિષ્ફળતા, મ્યુનિ.ને ખર્ચ માથે પડ્યો

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વાહનોનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરે તે માટે વિદેશની જેમ સાયકલ શેરિંગ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ મુખ્ય વિસ્તારમાંથી નગરજનો સાયકલ ભાડે લઇ શકે તે માટે સાયકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સાયકલનું એક કલાકના ભાડા કરતા રિક્ષા અને બસનું ભાડું સસ્તુ હોય આ પ્રોજેક્ટને યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code