માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં વળતર ચુકવ્યા વિના વીજ પોલ નાંખવા સામે વિરોધ
મોરબી,18 જાન્યઆરી 2026: જિલ્લાના માળિયા તાલુકામાં ખેડૂતોને વળતર ચુકવ્યા વિના હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છે. અને માળિયા નજીક આવેલા રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી […]


