બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવો નર્મદાના નીરથી ભરવા પાઈપલાઈન નંખાશે
                    ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના  થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બન્ને તાલુકાના તળાવો ભરવા માટે 61 કિલોમીટર મુખ્ય પાઇપ લાઈન  સહિત 169 કિલોમીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા 200થી  વધુ તળાવો નર્મદા જળથી ભરવા 1411 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રીએ આ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

