1. Home
  2. Tag "fined"

નેશનલ હાઈવે પર લેનમાં વાહન ન ચલાવતા ટ્રકચાલકોને પાઠ ભણાવાયા

સાબરકાંઠામાં હાઈવે પર 326 વાહન ચાલકો પાસેથી કુલ રૂ.64 હજારનો દંડ વસુલાયો ટ્રક-ટ્રેલર સહિત ભારે વાહનોને ડાબી સાઈડમાં વાહન ચલાવવું પડશે હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતા પોલીસ બની એલર્ટ હિંમતનગરઃ નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલરચાલકો તેમજ ભારે વાહનો એક લાઈનમાં નિયમ મુજબ ચાલતા ન હોવાથી અકસ્માતના બનાવો વધતા જાય છે. આથી હાઈવેની ડાબી બાજુ […]

ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા […]

પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ કરાયો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે […]

સુરેન્દ્રનગરમાં હવે લાલીયાવાડી નહીં ચાલે, કચરો ફેંકનારા સામે દંડનીય પગલાં લેવા આદેશ

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન બનતા જ શહેરને સ્વચ્છ બનવવા કર્યો આદેશ શહેરમાં ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે નવનિયુક્ત મ્યુનિ. કમિશનરે અઝધિકારીઓને કરી તાકીદ સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ નવ નિયુકત કમિશનર હાજર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. પહેલા જ દિવસે મ્યુનિ. પાસે ખાસ કરીને સફાઇ માટેના કુલ […]

અમદાવાદ: એસપી રીંગ રોડ પર કચરો ફેંકનાર પાસે વસૂલવામાં આવશે દંડ

દિવાળી બાદ સ્કવોર્ડ શરૂ કરીને દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો શહેરની ફરતે આવેલ ગામડાઓના જળસ્તર ઉંચા આવે તે માટે જળાશયો ઊભા કરાશે અમદાવાદઃ શહેરી વિકાસ સત્તા મંડળની ઉચ્ચ અધિકારીઓની બોર્ડ મીટીંગ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારશન ના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા,  જેમાં ઔડા દ્વારા નિર્મિત અમદાવાદ શહેરને ફરતે આવેલ […]

રાજકોટ RTOએ એક મહિનામાં 1416 વાહનચાલકોને 50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાયદા બનાવાયા બાદ પણ ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. રાજકોટ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા હતા. એક મહિનામાં કુલ 1,416 કેસ કરીને વાહનચાલકો સામે […]

ખેડાના ઉંધેલા ગામે યુવાનોને જાહેરમાં મારમારતા 4 પોલીસ કર્માચારીને 14 દિવસની સજા, 2000નો દંડ

અમદાવાદઃ  ખેડા જિલ્લાના ઉંધેલા ગામે ગત વર્ષે ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બનતા પોલીસે આરોપીઓને પકડીને ગ્રામજનોની હાજરીમાં જ આરોપીઓને વીજળીના થાંભલે બાંધીને ઢોર મારમાર્યો હતો. અને તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી બાદ ચારેય પોલીસ કર્મચારીઓને 14 દિવસની જેલની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્ર કાઢવામાં ભુલ કરતાં પાંચ અધ્યાપકોને 10,000નો દંડ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયોને કારણે વિવાદો થતા રહે છે. જેમાં અધ્યાપકોને સજામાં પણ બેવડી નિતી સામે વિવાદ ઊભો થયો છે. અંગ્રેજીમાં પેપર ચેકિંગમાં ગોટાળા કરતા બે અધ્યાપકને ક્લીન ચીટ મળી છે જ્યારે અન્ય 5 અધ્યાપકને પેપર સેટિંગમાં ભૂલ બદલ રૂ.10,000 નો દંડ ફ્ટકારવામાં આવતા વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર […]

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા પાસે દંડ લેવા ગયેલા AMCના કર્મીઓને ધોઈ નાંખ્યા

અમદાવાદઃ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે ફરિયાદો મળ્યા બાદ મ્યુનિ.ના અધિકારીઓ ચેકિંગ કરવા માટે શહેરના ઈસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાકમાર્કેટ પહોંચ્યા હતા. અને ચેકિંગ શરૂ કરતા વેપારીઓ ઉશ્કેરાયા હતા. અને 10 શખસોએ એકઠા થઈને મ્યુનિ.ના કર્મચારીઓને ઢોર માર મારતા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનોં નોંધીને […]

મહેસાણા આરટીઓનો સપાટો, પરમિટ,દસ્તાવેજ ફિટનેસ સર્ટી ન હોવાથી 42 સ્કુલ વાહનોને દંડ ફટકાર્યો

મહેસાણા: રાજ્યમાં ઘણાબધા સ્કુલવાહનો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. દરમિયાન મહેસાણા આરટીઓ દ્વારા સ્કુલવાહનો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઘણા વાહનચાલકો વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હતા મહેસાણા આરટીઓએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો હતો. મહેસાણા આરટીઓ કચેરીના સૂત્રોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code