1. Home
  2. Tag "Fire Brigade"

ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. […]

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર જાહેરમાં બાટલામાં રિસફલીંગ થતું હતું 150 ફુટ રિંગરોડ ઉપર બની ઘટના અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત […]

વડોદરામાં દાંડિયા બજારમાં જર્જરિત ઈમારત ધરાશાયીઃ 7 વ્યક્તિ કાળમાટ નીચે દબાયાં

ફાયરબ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગઈ બે પરિવારના સાત વ્યક્તિઓ દબાયાં હતા અમદાવાદઃ વડોદરામાં એક જૂની ઈમારતોને એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળ નીચે 7 વ્યક્તિઓ ફસાયાં હતા. ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાંડિયા બજારમાં ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી […]

અમદાવાદના દરિયાપુરમાં લખોટાની પોળમાં જર્જરિત મકાન થયું ધરાશાયી, દટાયેલા 3 ને બહાર કઢાયાં

અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર જર્જરિત મકાન પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધડાકા સાથે ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રીગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની […]

બાંગ્લાદેશના ઢાકામાં બ્લાસ્ટઃ સાત વ્યક્તિના મોત, 50થી વધારે ઘાયલ થયાની આશંકા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતા. વિસ્ફોટથી વાહનો અને આસપાસની ઈમારતોને પણ ભારે નુકશાન થયું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાંગ્લાદેશ પોલીસે પણ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ આરંભી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ઢાકાના મોધબજાર વિસ્તારમાં […]

ભાવનગરમાં પેટ્રોલ પંપમાં આગ લાગતા લોકો પોતાના વાહનો મુકીને ભાગ્યા

ભાવનગર: શહેરના ભરચક ગણાતા ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમિયાન પેટ્રોલ પંપના વચ્ચેના […]

સુરતની કોવિડ હોસ્પિટલમાં આગઃ સદનસીબે મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં વધુ એકવાર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના ડોકટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં 10થી વધારે કોરોના પીડિતો સારવાર લેતા હતા. તેમને સહીસલામત રીતે બહાર […]

રાજકોટમાં કેમિકલ બનાવતી ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભિષણ આગઃ ચાર શ્રમજીવીના મોત

આઠ શ્રમિકોની હાલત ગંભીર સ્ટીમ ટેન્ક ઓવરલોડ થતા ધડાકાભેર ફાટી હતી બ્લાસ્ટનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં આવેલી કેમિકલ બનાવતી એક ફેકટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ અચાનક આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં ચાર શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે આઠ શ્રમજીવીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે […]

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]

અમદાવાદમાં 3 દુકાનોમાં લાગી આગઃ આઠ શ્રમિકોનું રેસ્ક્યું

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ અન્ય બે દુકાનોમાં પ્રસરી હતી. આગની આ ઘટનામાં આઠ શ્રમજીવીઓ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા આઠેય શ્રમીકોનું રેસ્ક્યૂ કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code