Homeગુજરાતીફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

ફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં દિલ્હીની એક ઈમારતમાં લાગેલી આગમાં 25થી વધારે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન હવે ફરીદાબાદમાં બેટરી બનાવતી એક ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિદાબાદમાં સેક્ટર 25માં અનંગપુરમાં બેટરી બનાવતી એક ફેકટરી આવેલી છે. કર્મચારીઓ ફેકટરીમાં કામ કરતા હતા દરમિયાન ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ બનાવમાં 3 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.

(Photo-File)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular