1. Home
  2. Tag "FIRE"

વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,

વડોદરાઃ શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  સતત 5 કલાક પાણીનો મારો […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા 2500 જેટલી મરચાની ભારી બળીને ખાક, ખેડુતોને નુકશાન

ગોંડલઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી. આ આગમાં અનેક મરચાની ભારીઓ બળીને ખાક થઈ ગઈ હતી. એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. આ મરચાના પટમાં આ આગ લાગી હતી. સ્થાનિક […]

વડોદરાના સુભાનપુરામાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા નાસભાગ મચી, તમામ વિદ્યાર્થીઓનો બચાવ

વડોદરા: શહેરના  સુભાનપુરા વિસ્તારમાં  હાઈટેન્શન ચાર રસ્તા પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હાઈટેન્શન ક્રોસ રોડ પરના  ચાણક્યપુરી કોમ્પલેક્સના ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલતો હતો. આગને પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે મોટો સવાલ […]

પાલનપુરમાં લાકડાં ભરીને જતી ટ્રક વીજ વાયર સાથે અથડાતા લાગી આગ, માલ-સામાન ભસ્મીભૂત

પાલનપુરઃ શહેરમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રકમાં આગ ફાટી નિકળી હતી.  પાલનપુર-ડીસા હાઈવે પર લાકડાં ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વીજળીનો વાયર ટ્રકમાં ભરેલા લાકડાં સાથે અથડાયો હતો. તેના લીધે લાકડાંમાં આગ લાગી હતી. જોતજોતામાં ટ્રકમાં લાકડાં સહિત માલ-સામાન ભસ્મીભૂત બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ડીસા હાઇવે પર જલારામ મંદિર નજીક […]

આંધ્રપ્રદેશના મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી ભિષણ આગ

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમી મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતા. શોર્ટ સરકીટના કારણે આ […]

વલસાડના સરીગામ GIDCમાં પ્લાસ્ટિકના ગોદામમાં આગ ફાટી નિકળતા મેજર બ્રિગેડ કોલ

વલસાડઃ  જિલ્લાના ઉમરગામ નજીક  સરીગામ GIDCમાં આવેલા પ્લાસ્ટિક ઝોનમાં એક પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ  કંપનીમાં કામ કરતા કામદારોને મેનેજરે સૂચના આપીને તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દરમિયાન આજુબાજુની કંપનીમાં કામ કરતા શ્રમિકો પણ મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સરીગામ GIDC અને નોટિફાઇડ ફાયર […]

લૂણાવાડાના ડુંગર વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ ભારે જહેમત બાદ વન કર્મચારીઓએ કાબુમાં લીધી

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક  એવા લુણાવાડા શહેર નજીક  કાલિકા માતા મંદિરની પાછળના ભાગે ડુંગર વનવિસ્તારમાં આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અડધા ડુંગર સુધી આગ પહોંચી ગઈ હતી. ડુંગર વિસ્તારમાં આગ લાગ્યાની જાણ વન વિભાગને  થતા તાત્કાલિક ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઈને વન વિભાગના કર્મચારીઓની મદદ […]

વડોદરાના પાદરા પાસે આવેલી કંપનીમાં ભાષણ આગ ફાટી નિકળી, મેજરકોલ જાહેર કરાયો

વડોદરાઃ  જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી એક કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નિકળી હતી.  અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. અને સમગ્ર કંપની બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસિબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. અને મેજર કોલ જાહેર કરાયો હતો. અને […]

પાલિતાણાના કદમગીરી ડૂંગર પર મધરાતે લાગેલી આગ ભારે જહેમત બાદ નવ કલાકે કાબુમાં આવી

ભાવનગરઃ  જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં ગત મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી ફાટી નિકળતા પાલીતાણાના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધારથી ફાયર ફાઈટરોએ દોડી આવીને  સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે વન કલાકની જહેમત બાદ આજે સવારે […]

મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code