1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,
વડોદરાના મકરપુરા GIDCમાં  પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,

વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,

0
Social Share

વડોદરાઃ શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  સતત 5 કલાક પાણીનો મારો ચલાવાતા  ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

વડોદરા ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનમાં  પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર પુઠ્ઠાનો માલ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. આ ગોડાઉનમાં વહેલી સવારે 4 વાગ્યાના સુમારે વડોદરા ફાયરબ્રિગેડને આગનો કોલ મળ્યો હતો. આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અંદાજે 5 કાલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. અંદાજે 7થી 8 જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો છે. મકરપુરા જી.આઇ.ડી.સી.નો તમામ સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વહેલી સવારે લાગેલી આગના બનાવના પગલે વહેલી સવારે જી.આઇ.ડી.સી.માં નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળા એકઠા થઇ ગયા હતા. વિકરાળ આગના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં આકાશ લાલઘૂમ થઇ ગયું હતું. આગનું લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે મનાય રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code