1. Home
  2. Tag "GIDC"

કલોલ નજીક GIDCમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસને લીધે મોત

અમદાવાદ, 15 મે 2026: workers who went down to clean the tank died due to poisonous gas કલોલ નજીક  સઈજ જીઆઈડીસી  વિસ્તારમાં ગઈ રાત્રે એક કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને ઝેરી ગેસને લીધે ગૂંગળામણ થતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો […]

રાજ્યના સંતુલિત વિકાસ માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી: નોડલ અધિકારીઓ નિમાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનો મહત્ત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે રિજન-વાઈઝ એક ઉચ્ચ અધિકારીની EMP કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક થશે GRITની ભલામણો અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ ૨૦૪૭” અને “ગુજરાત @ ૨૦૩૫”નો રોડ મેપ […]

સાંતેજ GIDCમાં ખાખરાની ફેક્ટરીમાં ભીષણ આગ, મોટા દૂર્ઘટના ટળી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં ગત રાત્રે એક મોટી આગની ઘટના સામે આવી હતી. સાંતેજ GIDCમાં ખાખરા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમે આ ઘટનાને મેજર કૉલ (મોટી દુર્ઘટના) તરીકે જાહેર કરી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી […]

મોરબીના રફાળેશ્વર GIDCમાં કારખાનાના પતરાના શેડ પરથી પલકાતા બે શ્રમિકના મોત

બન્ને કામદારો કારખાનાના શેડના પતરા પર કામ કરી રહ્યા હતા, બનાવની જાણ કરાતા પોલીસ દોડી ગઈ, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હીથ ધરી મોરબીઃ શહેર નજીક રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી જીઓ ટેક કલર કંપનીમાં શેડના પતરા પર કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકાતા બન્નેના મોત નિપજ્યા હતા.મૃતક શ્રમિકોની ઓળખ કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (ઉં. […]

ખંભાતની GIDCમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ, 100 કરોડનું ડ્રગ્સ મળ્યું

ATSના 60 અધિકારીઓનું સર્ચ ઓપરેશન ફેકટરીના સંચાલક સહિત 6 લોકોની ધરપકડ ઊંઘની દવા બનાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો અમદાવાદઃ  રાજ્યના ખંભાતમાં સોખડા નજીક એટીએસ સ્કવોર્ડના 60 જેટલા અધિકારીઓએ  રેડ પાડીને ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડી પાડીને 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઊંઘની દવા બનાવવા […]

દહેગામની GIDCમાં આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ

વુડનની ફેકટરીમાં પ્લાયવુડના દરવાજા બનાવવામાં આવતા હતા, આગની જાણ કરાતા દહેગામ પાલિકાના ફાયર ફાયટરો દોડી ગયા, ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી ગાંધીનગરઃ દહેગામ શહેર નજીક આવેલી જીઆઇડીસીમાં આવેલી પ્લાયવુડના દરવાજા બનાવતી એક ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નિકળી હતી, આગની જાણ દહેગામ નગરપાલિકાની ફાયર ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના […]

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પરની GIDCમાં બોયરલ ફાટતા બે શ્રમિકોનાં મોત, એક ગંભીર

ભાવનગરઃ જિલ્લાના  સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી GIDCમાં આવેલી એક ફેકટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકોના થયાં હતા. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે  બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો […]

સુરત નજીક GIDCમાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવાતો 8000 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો પકડાયો

સુરતઃ જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડ નજીક માસગામની જીઆઈડીસીમાં એલસીબી પોલીસ અને  ફૂડ એન્ડ ડ્રગ વિભાગે  દરોડો પાડીને 50 લાખથી વધુનો 8000 કિલો ઘીનો જથ્થો સિઝ કર્યો છે. જીઆઈડીસીમાં ફુડ અને ડ્રગ્સ  વિભાગે FSLની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાયના શુદ્ધ દેશી ઘીના રેપરો લગાવીને નકલી અને ભેળસેળવાળુ […]

સુરતના બોલાવ GIDCમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

સુરતઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદમાં શુદ્ધ ઘીના સ્થાને હલકી ગુણવત્તાનું ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો પડદાફાશ થયો હતો. ત્યારે સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલી બોલાવ જીઆઈડીસીમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે બનાવટી ઘી બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDC માં […]

ગુજરાતમાં GIDCના પ્લોટ વેચાણની નીતિમાં ફેરફાર, હવે C ગ્રેડની GIDCમાં દર વર્ષે ભાવ વધારો નહીં

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસીના પ્લોટના વેચાણની નીતિ બદલવામાં આવી છે. અત્યાર સુધી દર વર્ષે દરેક જીઆઇડીસીના પ્લોટમાં 15 ટકા ભાવ વધારો થતો હતો. આથી અવિકસિત જીઆઇડીસીના પ્લોટ વેચાતા ન હતા. છેવટે સરકારે અવિકસિત એટલે કે સી વર્ગની 17 જીઆઇડીસીના પ્લોટના વેચાણમાં ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં એ વર્ગ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code