Homeગુજરાતીગુજરાતમુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા

અમદાવાદ, 24 ઓક્ટોબર, 2026 : CM inaugurates health projects worth over Rs 500 crore રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત અને સંવેદનાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોની મહાભેટ આપવામાં આવી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષોમાં દેશ અને રાજ્યના આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન  આવ્યું છે. ‘સર્વે ભવંતુ સુખીન: સર્વે સંતુ નિરામયા:’ની ભાવના સાકાર કરવા તરફ આજે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે.  વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું  કે,એક સમયે ગંભીર બીમારીના કારણે પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા હતા, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર આપી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં ૨.૮૭ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કરાયા છે.

આરોગ્ય ક્ષેત્રે ભવિષ્યના આયોજનની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં એઇમ્સ કાર્યરત થઈ છે અને જામનગરમાં વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ આકાર લઈ રહ્યું છે.  અમદાવાદ મેડિસિટી ખાતે રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જે સ્ટ્રોક, બ્રેઈન ટ્યુમર અને ન્યૂરો સંબંધિત જટિલ બીમારીઓ માટે અદ્યતન સારવાર અને સંશોધન પૂરું પાડશે. નાગરિકોને ‘હેલ્થ કેર અંડર વન અમ્બ્રેલા’ સેવાઓ મળી રહે તે માટે અમદાવાદની જેમ હવે વસઈ અને કામરેજ ખાતે અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે. સાથો સાથ ગાંધીનગર અને સુરતમાં પણ કાર્ડિયોલોજી તથા ન્યૂરોલોજીની સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે સહિતની વિગતો આપી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યભરમાં ૨૫૫ જેટલી આરોગ્ય સંસ્થાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પહોંચશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ. ૨૨૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ૫૮,૦૦૦ ચોરસ મીટર વિસ્તાર ધરાવતી ૫૨૫ બેડ અને ૧૩ અદ્યતન ઓપરેશન થિયેટર યુક્ત ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર’ જટિલ ન્યૂરો સંબંધિત બીમારીઓ માટે સંજીવનીરૂપ સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular