ટોક્યો, 25 ઓક્ટોબર 2026: જાપાનના બોનિન ટાપુઓ વિસ્તારમાં સવારે 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, જાનહાનિ, સંપત્તિને થયેલું નુકસાન કે સુનામીની સંભવિત ચેતવણી અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ આપ્યો છે કે ટોક્યોથી લગભગ 1,000 કિલોમીટર દક્ષિણ-અગ્નિ દિશામાં આવેલા બોનિન ટાપુઓ જેને ઓગાસાવારા ટાપુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રની નીચે 494 કિલોમીટરની ઊંડાઈએ હતું. અસરગ્રસ્ત વિસ્તારો માટે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી, અને ભૌતિક નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ ફિલિપાઈન અને પેસિફિક ટેક્ટોનિક પ્લેટોની વચ્ચેના, ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય ક્ષેત્રમાં આવ્યો હતો.
વાનુઆતુ ટાપુઓ પર પણ ભૂકંપ અનુભવાયા
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા વનુઆતુ દ્વીપસમૂહમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસના જણાવ્યા અનુસાર, વનુઆતુમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.16 નોંધાઈ હતી.
વધુ વાંચો: મણિપુરમાં 17 શંકાસ્પદ ઉગ્રવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત


