1. Home
  2. Tag "FIRE"

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસટી બસમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે  એક એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસટી બસમાં લાગેલા આગનું કારણ જાણવા મળ્યું નથી. ગોધરા એસટી ડેપોની એક એસટી બસ નંબર GJ 18 Z 2776 […]

રાજકોટની આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા જુના રેકર્ડ સહિત દસ્તાવેજો બળીને ખાક

રાજકોટઃ શહેરની  આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા  ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા અઢીથી ત્રણ કલાકની જહેતમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગમા અનેક દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. અને લાખોનું નુકસાન […]

અમદાવાદના પુષ્પકૂંજ પાસે જિમમાં આગ લાગતા ફાયર બ્રિગેડે એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પુષ્પકૂંજ નજીક એક જિમમાં આગ લાગતા મ્યુનિ.ના ફાયરફાયટરો દોડી ગયા હતા. દરમિયાન જીમમાં એક વ્યક્તિ આગમાં ફસાઈ હોવાની જાણ થતાં ફાયરના જવાનોએ તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જિમમાં  પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના […]

પ્રદુષણને ધ્યાનમાં રાખીને પંજાબના ખેતરોમાં પરાળ બાળવાની ઘટના અટકાવવા અધિકારીઓને સૂચના

નવી દિલ્હીઃ પંજાબમાં ખેતરમાં પરાળ બાળવાની માત્રા મર્યાદિત કરવા માટે નિર્દેશિત પગલાંના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરતા, એનસીઆર અને સંલગ્ન વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (સીએક્યુએમ) એ પઠાણકોટ સિવાય(આગના બનાવો નોંધાયા નથી). પંજાબના 22 જિલ્લાના મુખ્ય સચિવ અને ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી હતી. સમીક્ષા બેઠકનું પ્રાથમિક ધ્યાન નિર્દેશોના જમીન પરના અમલીકરણનું મૂલ્યાંકન કરવાનું હતું અને […]

દિવાળીના તહેવારોને લઈને 108 ઈમરજન્સી સેવાનું આગોતરુ આયોજન, 800 એમ્બ્યુલન્સ માર્ગો ઉપર દોડશે

તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર […]

મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગના દ્રશ્યો જોઈ મુખ્યમંત્રીએ મદદ માટે પોતાનો કાફલો અટકાવ્યો

મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક મોંઘી કારમાં આગ લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો, કારમાં આગની ઘટના જોઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાફલો અટકાવ્યો હતો અને કાર ચાલકની મદદ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા […]

દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ભીષણ આગ,4 માળની ઈમારતમાં ઘણા લોકો ફસાયા

દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ભીષણ આગ 4 માળની ઈમારતમાં ઘણા લોકો ફસાયા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દિલ્હી:રાજધાની દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.ન્યૂ અશોક નગરમાં 4 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે છે.ઇમારતની બહાર […]

ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રેસ બનાવતી કંપનીમાં ભિષણ આગ

અમદાવાદઃ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રેસ બનાવતી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં […]

મુંબઈઃ ઈ-સ્કૂટર બાદ દેશમાં ઈ-કારમાં આગની પ્રથમ ઘટના

મુંબઈઃ ભારતમાં પ્રદુષણને ઘટાડવા માટે ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ લોકો પણ હવે ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. બીજી તરફ ઈ-સ્કુટરમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન દેશમાં પ્રથમવાર ઈ-કારમાં આગની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈ-કારમાં આગ […]

દિલ્હીના ગફ્ફાર માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

દિલ્હીના ગફ્ફાર માર્કેટમાં ભીષણ આગ અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડની 39 ગાડીઓ તૈનાત દિલ્હી: રાજધાનીમાં આગના કિસ્સા અટકવાના નામ નથી લઈ રહ્યા.ત્યાં હવે દિલ્હીના કરોલ બાગના ગફાર માર્કેટમાં સામે આવ્યો છે. જ્યાં જોરદાર આગ ફાટી નીકળી હતી.માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આગની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે,અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code