1. Home
  2. Tag "FIRE"

સુરતની કોવિડ હોસ્પિટલમાં આગઃ સદનસીબે મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં વધુ એકવાર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના ડોકટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં 10થી વધારે કોરોના પીડિતો સારવાર લેતા હતા. તેમને સહીસલામત રીતે બહાર […]

રાજકોટમાં કેમિકલ બનાવતી ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભિષણ આગઃ ચાર શ્રમજીવીના મોત

આઠ શ્રમિકોની હાલત ગંભીર સ્ટીમ ટેન્ક ઓવરલોડ થતા ધડાકાભેર ફાટી હતી બ્લાસ્ટનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં આવેલી કેમિકલ બનાવતી એક ફેકટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ અચાનક આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં ચાર શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે આઠ શ્રમજીવીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે […]

અમદાવાદના કૃષ્ણનગરમાં એક સ્કૂલમાં લાગી ભિષણ આગઃ સાત લોકો ફસાયાની આશંકા

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી સ્કૂલમાં આગનું કારણ અકબંધ અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે ફરી એકવાર આગના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સાતેક લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન અભ્યાસ બંધ હોવાથી […]

ઉત્તરાખંડ: વિકરાળ આગથી 63 હેક્ટર જંગલ ખાક: આગને કાબૂમાં લેવા માટે NDRFની ટીમ મોકલવામાં આવી

ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે. આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ […]

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ, જૂના રેકર્ડ બળીને રાખ

સદનસીબે મોટી જાનહાની ટળી જૂની બિલ્ડીંગના ત્રણ રૂમમાં રખાયો હતો રેકોર્ડ આગનું ચોક્કસ કારણ અકબંધ અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ […]

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની ન્યાયીક તપાસ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાયો

અમદાવાદની હોસ્પિટલમાં લાગી હતી આગ રાજકોટની એક હોસ્પિટલમાં પણ લાગી હતી આગ સરકારે તપાસ પંચની કરી હતી નિમણુંક અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી.એ.મહેતા તપાસ પંચની નિમણુંક કરી […]

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં લાગી ભીષણ આગ, અસંખ્ય વેબસાઇટ્સ થઇ ઠપ

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગી ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી નવી દિલ્હી: ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ હતી. ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી. એક ડેટા સેન્ટર બળીને ખાક થયું હોવાના અહેવાલો રજૂ […]

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]

સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે ફાયરબ્રિગેડ એકશનમાં : 32થી વધારે મિલકતો કરાઈ સીલ

અમદાવાદઃ ગુજરાતમાં ફાયરસેફ્ટી મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. દરમિયાન આજે સુરતમાં કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો અને સંસ્થાઓ સામે લાલઆંખ કરી હતી. દરમિયાન સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ, દુકાનો મળીને 32થી વધારે મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સધન […]

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાનો પડઘો વિધાનસભામાં પડ્યો

અમદાવાદઃ શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં લાગેલી આગ અને ફાયર એનઓસી મુદ્દે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. બીજી તરફ ફાયર સેફ્ટીના મુદ્દે સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભા ગૃહમાં સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code