ગીર સોમનાથના સૂત્રાપાડામાં જળપ્રલય જેવી સ્થિતિઃ પુલ તૂટતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાં
ગીરસોમનાથઃ ગુજરાતમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જેમાં ગીર સોમનાથ સહિત સોરઠ પંથકના કેટલાક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 19 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો હતો. […]