1. Home
  2. Tag "floods"

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

દિલ્હી:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિનાશક પૂરના પગલે પાકિસ્તાનમાં પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. WHOના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને તેનાથી કોલેરા અને અન્ય બીમારીઓ થઈ શકે છે. WHOએ પાકિસ્તાનના પૂરથી […]

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વધુ વણસી,અત્યાર સુધીમાં 1,290 લોકોના મોત : WHO

દિલ્હી:પાકિસ્તાનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 1,290 લોકો માર્યા ગયા છે, જયારે 12 હજાર પાંચસો ઘાયલ થયા છે અને છ લાખથી વધુ લોકો બેઘર થયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. WHOએ કહ્યું કે 1,290 થી વધુ લોકો માર્યા ગયા અને 12,500 ઘાયલ થયા અને 30 કરોડ 30 […]

પાકિસ્તાનમાં પૂરથી ગંભીર અસર,લોકોમાં ચામડીને લગતા રોગની સમસ્યા જોવા મળી

પાકિસ્તાનમાં અત્યારે પુરથી હાલત ખરાબ છે, કુદરતી આફતથી દેશમાં કરોડો ડોલરનું નુક્સાન થયું છે જેમાં લગભગ 10 લાખથી વધારે ઘર પડી ભાંગ્યા છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરોગ્ય સુવિધાઓ સહિત જટિલ માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. પૂરને કારણે પાકિસ્તાનના મેદાનો અને ખેતરોના વિશાળ વિસ્તારો પાણીથી ઘેરાયેલા […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ […]

પાકિસ્તાનઃ ભારે વરસાદ અને પૂરને પગલે 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વણસી છે અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. પૂરને પગલે 10 લાખથી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરને પગલે એક હજારથી વધારે લોકોના મૃત થયાનું જાણવા મળે છે. સરકારે 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાડોશી દેશ […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં […]

પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ,સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી

 પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી   343 બાળકો સહિત 937 લોકોના મોત દિલ્હી:પૂર અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડેટા અનુસાર, વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

અસામમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 દિવસમાં 135 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ અસમ અને મણિપુર સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અસમમાં 10 દિવસના સમયગાળામાં લગભગ 135 લોકોના મોત થયાં છે, જ્યારે લાખો લોકો પ્રભાવિત થયાં છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મણિપુરમાં કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code