આજે મહાકુંભનો છેલ્લો દિવસ,શ્રદ્ધાળુઓ ઉપર કરાઈ પુષ્પ વર્ષા
લખનૌઃ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા પવિત્ર સ્નાનમાં ભાગ લેવા માટે ભક્તો ત્રિવેણી સંગમ પહોંચ્યા છે. અહીં ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર ભક્તોને શુભકામનાઓ પાઠવતા લખ્યું, “પ્રયાગરાજના મહાકુંભ-2025માં ભગવાન ભોલેનાથની પૂજાને સમર્પિત મહાશિવરાત્રિનાં શુભ સ્નાન ઉત્સવ પર આજે ત્રિવેણી સંગમમાં […]