ઠાસરાના ઉધમતપુરા ગામ નજીક કેનાલ પાસે દીપડાએ હુમલો કરતા ચાર યુવાનો ઘવાયા
ગામના યુવાનોને દીપડો આવ્યાની જાણ થતા તેને જોવા માટે ગયા હતા, દીપડાએ ઝાડીમાંથી આવીને અચાનક હુમલો કરતા કેટલાક યુવાનો કેનાલમાં કૂદી પડ્યા, વન વિભાગે 2 પાંજરા મૂકી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના માર્ગ પર દીપડો આવ્યાના વાવડ મળતા ગામના કેટલાક યુવાનો દીપડાને જોવા માટે દોડી ગયા […]


