1. Home
  2. Tag "Fraud"

ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપીંડી કરનારો માસ્ટરમાઈન્ડ ઝબ્બે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને રૂ. 2.67 કરોડની છેતરપીંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ પ્રકરણમાં છેતરપીંડી આચરનારી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ ઉભી કરીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયા […]

દિલ્હીઃ 50 ડિવોર્સી મહિલાઓને લગ્નની લાલચ આપીને છેતરપીંડી કરનારો ભેજાબાજ ઝડપાયો

દિલ્હીઃ મેટ્રિમોનિયલ સાઇટ પર NRI તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલાઓને લગ્ન અને વિઝા અપાવવાના લાલચ આપીને છેતરપીંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી સહિત બેની આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી […]

ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપિડીં કરતા 679 વેપારીઓ પાસેથી 10 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક વેપારીઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા 679 વેપારીઓ પાસેથી છેલ્લા આઠ મહિનામાં તોલમાપ વિભાગે 10 લાખ દંડ વસૂલ્યો હતો. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બરમાં 176 કેસ કરી 2.69 લાખ દંડ અને સૌથી ઓછો ગત મેમાં 2 કેસ કરીને 54,500 દંડ […]

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા […]

અમદાવાદઃ પિતાને અકસ્માત થયાનું જણાવી દીકરા પાસેથી અજાણ્યો શખ્સ રોકડ લઈ થયો ફરાર

અમદાવાદઃ ઠગાઈ આચરવા માટે ગુનેગારો નવી-નવી તરકિબ અજમાવે છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં નોકરી કરતા દંપતિના ઘરે અજાણ્યા વ્યક્તિએ જઈને ઘરમાં હાજર દીકરાને તેના પિતાનો અકસ્માત થયાની જાણ કરી હતી. તેમજ ઘરમાં પડેલા નાણા લઈને હોસ્પિટલ આવવા કહ્યું હતું. જેથી ડરી ગયેલો દીકરો નાણા લઈને જતા અજાણ્યો શખ્સ તેની પાસેથી રૂ. 48 હજાર લઈને પલાયન […]

રાજ કુંદ્રાની મુશ્કેલીમાં થયો વધારોઃ અમદાવાદના વેપારીએ નોંધાવી છેતરપીંડીની ફરિયાદ

અમદાવાદઃ પોર્ન ફિલ્મ રેકેટમાં ઝડપાયેલા રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમબ્રાન્ચ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે રાજ કુંદ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. ત્યારે હવે રાજ કુંદ્રા સામે અમદાવાદના વેપારીએ છેતરપીંડીનો આક્ષેપ કરીને મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના વેપારી હિરેન પરમારે મુંબઈ પોલીસને ઓનલાઈન ફરિયાદ મોકલી આપી છે. […]

વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે. સુરતમાં […]

આર્મી અધિકારીના સ્વાંગમાં મહિલાઓને ફસાવી નાણાં પડાવતો મિ. નટવરલાલ ઝબ્બે

મુંબઈઃ મહારાષ્ટ્રના બિબવેવાડી પોલીસે આરંગાવાદના કન્નડ તાલુકામાં રહેતા યોગેશ દત્તૂ ગાયકવાડ નામના 29 વર્ષીય આરોપીને ઝડપી લધો હતો. યોગેશની તપાસમાં આર્મીના સ્વાંગમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હોવાની નાણા પડાવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં અનેક યુવાનોને આર્મીના નોકરી અપાવવાની લાલચ આપીને લાખોની રકમ પડાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએએ યુવતીઓને ફસાવીને એક-બે નહીં પરંતુ […]

પાક.-ચીનના ભેજાબાજોની ભારતીય વેપારીઓ ઉપર નજર, પ્રેમજાળમાં ફસાવી પડાવે છે પૈસા

દિલ્હીઃ ભારતીય કરોડપતિઓને પાકિસ્તાન અને ચીનના ભેજાબાજ લોકો પ્રેમજાળમાં ફસાવી રહ્યાં છે. પ્રેમજાળમાં ફસાવીને તેમની તિજોરી ખાલી કરી નાખે છે. ભાપાલમાં એક વેપારીને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 1 કરોડ પડાવ્યાં હતા. આ ઉપરાંત બે વેપારીઓને પણ ફસાવીને લગભગ 75 લાખની રકમ પડાવી હતી. વેપારીની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ સાઈબર સેલએ એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ આ પ્રકરણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code