ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું
અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]