ગુજરાતઃ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 10 લાખથી વધારે ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી […]


