ગાંધીનગર એસટી ડેપોમાં પબ્લિક એનાઉન્સમેન્ટના ઘોંઘાટ સામે આસપાસના રહિશોનો વિરોધ
ગાંધીનગરઃ શહેરના એસ.ટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલી ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનાં ઘોંઘાટથી આસપાસના વસાહતીઓ તેમજ સ્કૂલના બાળકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. એસટી બસો ક્યારે ઉપડશે અને ક્યારે આવશે તેની વિગતો જોરશોરથી સતત એનાઉન્સમેન્ટનાં કારણે આસપાસના વસાહતીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પરીક્ષાઓ નજીક છે, ત્યારે એસટી બસ ડેપો આસપાસની […]