1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં રોજગાર કચેરીમાં લાગી આગ

રોજગાર કચેરીના ત્રીજા માળે આગ લાગતા રેકર્ડ બળીને ખાક, ફાયરના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, શોક સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જુના સચિવાલયમાં બ્લોક નંબર 1માં ત્રીજા માળે આવેલી રોજગાર તાલીમ કેન્દ્ર કચેરીમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને ભારે જહેમત ઊઠાવીને એક કલાક સુધી સતત મારીનો મારો […]

ગાંધીનગર વિધાનસભા સંકુલમાં દારૂ પીધેલ હાલતમાં પકડાયેલા કર્મચારીને 3 માસની કેદ

4 વર્ષ પહેલા કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો, સેકટર-7 પોલીસે ગુનો નોંધીને ચાર્જશીટ કરી હતી, આરોપીનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સંકુલના પાર્કિંગમાં ચાર વર્ષ પહેલા એક કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો. સેકટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપી કર્મચારીના બ્લડ સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા હતા. અને એનો રિપોર્ટ પોઝિટિવ આપતા […]

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ, ચોર શખસો સામે પોલીસ ફરિયાદ ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ […]

ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા બે દિવસીય જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શનનું આયોજન

ગાંધીનગરઃ દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક […]

ગાંધીનગરના શાહપુર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું કારની અડફેટે મોત

શાહપુરથી ગાંધીનગર તરફ જતાં ખોડિયાર હોટલ પાસે બન્યો બનાવ, અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી, પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શાહપુર સર્કલથી ગાંધીનગર તરફ જતા ખોડીયાર કાઠીયાવાડી હોટલની સામે રોડ ક્રોસ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાશે

અમદાવાદની જેમ મ્યુનિ, દ્વારા હવે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરાશે, શહેરના સેક્ટર-1માં સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શો યોજાશે, દેશ-વિદેશની વિવિધ પ્રજાતિના ફુલો જોવા મળશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20મી ડિસેમ્બરથી 6મી જાન્યુઆરી દરમિયાન સેકટર-1ના સૂર્યજ્યોતિ તળાવ પાસે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોનો નજારો જોવા મળશે. અમદાવાદમાં રિવરફ્ર્ન્ટ પર દર વર્ષે […]

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજનામાં તંત્રને જ રસ નથી

સ્માર્ટસિટીના નામે નાણાં વાપરવા વગર વિચાર્યે હાથ ધરાયેલી યોજનો ફિયોસ્કો થશે, નવા સેક્ટરોમાં તો હજુ પાણીના મીટરો પણ લગાવાયા નથી, હજુ એક વર્ષે પણ યોજના પુરી થાય એમ લાગતું નથી  ગાંધીનગરઃ પાટનગરને સ્માર્ટસિટી બનાવવા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજના અમલમાં […]

ગાંધીનગરમાં ટોકન દરે આપેલી જગ્યાનું ભાડુ ન ભરનારા સામે કાલથી સિલિંગ ઝૂંબેશ

ટોકન દરે ભાડે અપાયેલી દુકાનો, લારી, પ્લોટ્સનું વેપારીઓ ભાડુ આપતા નથી, દિવાળી પહેલા બાકીદારોને આખરી નોટિસો આપી હતી, શાક માર્કેટમાં ઓટલાના ભાડા 8 વર્ષથી અપાયા નથી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મ્યુનિની માલિકીની જગ્યામાં લારી-ગલ્લાઓ તેમજ દુકાનો પણ ટોકન દરે ભાડે આપવામાં આવી છે. ઉપરાંત શાક માર્કેટમાં ફેરિયાઓ માટે ઓટલાં બનાવીને વાર્ષિક નજીવા દરે ભાડાથી અપાયા છે. […]

ગાંધીનગર: સિનિયર સિટિઝનનો ઝીકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું

અમદાવાદઃ ગાંધીનગરના સેકટર-5માં રહેતા 75 વર્ષીય સિનિયર સિટિઝનમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ સિનિયર સિટિઝનના સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા જોવા મળતા તેમને તાત્કાલિક તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ લક્ષણોને કારણે તેમના બ્લડ સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. તપાસમાં ઝીકા વાયરસ પોઝિટિવ આવતા તંત્રએ લોકહિત માટે તાત્કાલિક […]

ગાંધીનગરમાં સાંતેજ લૂંટ કેસમાં પોલીસે 5 આરોપીને દબોચી લીધા

લૂંટારૂ શખસોએ ગાર્ડને બંધક બનાવીને 42 લાખથી વધુની લૂંટ કરી હતી, પોલીસે 500 જેટલાં સીસીટીવીના કૂટેજ તપાસીને 12 દિવસમાં લૂંટના ગુનાને ઉકલ્યો, પોલીસે 11.56 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો  ગાંધીનગરઃ શહેર નજીક સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ પહેલા રાતના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code