1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી આપી 282 જર્જરિત આવાસો ખાલી કરાવાયા,

ગાંધીનગરઃ શહેરમાં વર્ષો પહેલા બંધાયેલી સરકારી ક્વાટર્સ જર્જરિત બની ગયા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સર્વે કરાવીને જર્જરિત બનેલા ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓને ખાલી કરવા માટે અવાર-નવાર નોટિસો આપવામાં આવી હોલા છતાંયે કેટલાક કર્મચારીઓ ક્વાટર્સ ખાલી કરતા નથી. ત્યારે તંત્રએ સરકારી ક્વાટર્સમાં પાણી અને વીજળીના જોડાણો કાપવાની ચીમકી આપતા 282 આવાસો ખાલી થતાં તંત્રએ રાહત અનુભવી […]

ગાંધીનગરઃ દહેગામના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરાયો

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા વિસ્તારમાં ચાલી રહેલ એપિડેમિક કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આજરોજ આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 12 નવા કેસ શોધાયા છે. શંકાસ્પદ લાગતા બે દર્દીઓના સ્ટૂલ સેમ્પલ ગાંધીનગર જીએમઇઆરએસ ખાતે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ મોકલેલ સેમ્પલમાંથી આજરોજ બે કોલેરાના કેસ મળેલ છે […]

ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ […]

ગાંધીનગર: કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસ ફેક્ટરીઓ બંધ કરાવાઈ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ જોવા મળ્યા. કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. તેમણે આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. ગાંધીનગર જિલ્લા […]

ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયુ છે. જેમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીઓની ટીમને રોગચાળાને નિયંત્રણમાં લેવા તાકીદ કરી છે. ગાંધીનગરના દહેગામ, ચિલોડાના શિહોલી મોટી, કલોલના રામદેવપુરાવાસ અને પેથાપુરમાં નવા વણકરવાસમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ વિસ્તારોમાં કૉલેરાના કેસ મળતાં તાત્કાલિક કૉલેરાગ્રસ્ત જાહેર કરાયાં […]

ગાંધીનગરઃ મનપા ભયજનક મકાનો ખાલી કરાવવા અભિયાન હાથ ધરશે

અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કેટેગરીના સરકારી આવાસોનું બાંધકામ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કેટલાક મકાનો 50 વર્ષથી વધુ આયુષ્યના હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આવા 1034 મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6000થી વધારે ભયજનક મકાનો હોવાનું ધ્યાને આવેલ છે. જેથી પાટનગર યોજના દ્વારા […]

ગાંધીનગરના વલાદ હાઈવે પર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એકનું મોત, અકને ઈજા

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વલાદ હાઈવે પર બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે એક્ટિવા સ્કુટરને ટક્કર મારતા એક્ટિવાસવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા.જેમાં એક યુવાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ […]

ગાંધીનગરમાં 1275 ભયજનક મકાનો ખાલી કરવા માટે પાટનગર યોજના વિભાગે આપી ચેતવણી

ગાંધીનગરઃ શહેરમાં 15 સેક્ટરોમાં 1275 જેટલા મકાનો ભયજનક છે. ચોમાસુ નજીક છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે પાટનગર યોજના વિભાગે મકાનના તમામ કબજેદારોને તાત્કાલિક મકાનો ખાલી કરવાની ચેતવણી આપી છે. અગાઉ પણ ભયજનક મકાનોના કબજેદારોને નોટિસો ફટકારનામાં આવી હતી. પણ કબજેદારો સરકારી ક્વાર્ટર્સ ખાલી કરતા નથી, હવે ત્વરિત ક્વાટર્સ ખાલી કરવામાં નહીં આવે […]

રાજકોટના અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં ફનફેર સહિત 15 જેટલાં ગેમઝોન બંધ કરાવાયા,

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે. ફાયર એનઓસી નહોય અને ગેરકાયદે ચાલતા ગેમ ઝોનને બંધ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા 15 ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા છે. આ ગેમઝોનને ક્લોઝર નોટીસ આપીને સરકારમાંથી નવી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવા […]

ગાંધીનગરના સેકટર-10માં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ગરીબ પરિવારોની ઘરવખરી બળીને ખાક

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમીમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના સેકટર – 10 કર્મયોગી ભવન – બીજ નિગમ કચેરીની પાછળ શનિવારે સમી સાંજે શ્રમજીવી પરિવારે કામધંધેથી આવીને ખીચડી રાંધવા મૂકી હતી. દરમિયાન ગેસનો બાટલો લીકેજ હોવાથી આગ લાગતા ઘરના મોભી સહિતના લોકોએ આગ બુઝાવવા પાણી વાળું કપડું, ગરમ સાલ તેમજ બે ત્રણ ગોદડા ગેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code