
ગાંધીનગરઃ દહેગામના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરાયો
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા વિસ્તારમાં ચાલી રહેલ એપિડેમિક કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આજરોજ આરોગ્યની 51 ટીમ દ્વારા 6395 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 12 નવા કેસ શોધાયા છે. શંકાસ્પદ લાગતા બે દર્દીઓના સ્ટૂલ સેમ્પલ ગાંધીનગર જીએમઇઆરએસ ખાતે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ મોકલેલ સેમ્પલમાંથી આજરોજ બે કોલેરાના કેસ મળેલ છે જે કુલ મળીને આજ દિન સુધી 8 કેસ મળ્યા છે.
હાલ આઠ કેસમાંથી CSC દહેગામ ખાતે એક અને જીએમએઆરએસ ખાતે બે પેશન્ટ સારવાર હેઠળ છે. બાકીના પાંચ દર્દીની તબિયત સારી હોવાને લીધે ઘરે રજા આપેલ છે. સર્વે દરમિયાન ટીમ દ્વારા કુલ 360 ઓઆરએસ પેકેટ તથા 1014 ફ્લોરિન ટેબલેટનું ઘરે-ઘરે વિતરણ કરી કોલેરાથી બચવા માટે આરોગ્ય શિક્ષણ તેમજ સંપપરામર્શ કરેલ છે. હાલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા સર્વેલન્સ ઓફિસરના સઘન સુપરવિઝન અને માર્ગદર્શન મુજબ હાલમાં રોગચાળા નિયંત્રણની કામગીરી ચાલી રહી છે.