1. Home
  2. Tag "gdp"

ભારતઃ ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં GDP વધીને 7.8 ટકા

નવી દિલ્હીઃ ભારત ફરી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. નાણાકીય વર્ષ 2024ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન GDP 7.8 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.  વર્ષ 2023-24 માં IMF અને RBIના અનુમાનથી વૃદ્ધિ 8.2 ટકા વિકાસ દર રહ્યો છે જે ચીન કરતા વધુ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં વૃદ્ધિ દર 6.2 […]

વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહી શકે: RBI

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં અર્થતંત્રે અનેક પડકારો છતાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના સમયગાળા માટે કેન્દ્રીય બેંકની કામગીરીનો સમાવેશ કર્યો છે. રિઝર્વ બેંકે, નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા તેના […]

આવી ગયા ગુડ ન્યૂઝ, તોફાની તેજીથી આગળ વધશે ભારતની અર્થ વ્યવસ્થા

વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે […]

નાણાકીય સલાહકાર કંપનીએ ભારતની GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો

નવી દિલ્હીઃ નાણાકીય સલાહકાર કંપની ડેલોઈટ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ડેલોઇટે આ માટે નિકાસમાં વધારો અને મૂડીપ્રવાહને મુખ્ય કારણો ગણાવ્યા છે. ડેલોઈટ ઈન્ડિયાએ શુક્રવારે ભારતના આર્થિક દૃષ્ટિકોણ પર જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ […]

ભારત વૈશ્વિક GDP વૃદ્ધિમાં 15 ટકા હિસ્સા સાથે વૈશ્વિક વિકાસનું એન્જિન બની રહ્યું છેઃ PM મોદી

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનાં 90 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આરબીઆઈના 90મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 1935માં 1લી એપ્રિલથી તેની કામગીરી શરૂ કરી હતી અને આજે 90માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે […]

રાજકોષીય ખાધ GDPના 5.1 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, આજે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આમાં તેમણે રાજકોષીય ખાધ, જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં તે 5.8 ટકા હતો. રાજકોષીય ખાધ એ નાણાકીય વર્ષમાં સરકારની કુલ આવક (આવક) અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. ખાધનું કારણ એ છે કે, સરકાર […]

નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહેવાનું અનુમાન

નવી દિલ્હીઃ‘ધ ઈન્ડિયન ઈકોનોમીઃ અ રિવ્યુ’ 2024ના અહેવાલ અનુસાર સ્થાનિક માંગની મજબૂતાઈએ અર્થતંત્રને છેલ્લા ત્રણ વર્ષમાં સાત ટકાથી વધુના વિકાસ દર તરફ દોર્યું છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, ભારત આગામી ત્રણ વર્ષમાં […]

ભારતની GDP 2026 સુધીમાં5,000 બિલિયન ડોલરને પાર કરશેઃ નીતિ આયોગના પૂર્વ અધ્યક્ષ

નવી દિલ્હીઃ ભારત 2026 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે વર્ષે તેનો GDP 5,000 બિલિયન ડોલરને પાર કરશે. આ દાવો નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ કર્યો છે. “2022-23માં જીડીપી 3.4 ટ્રિલિયન ડોલર છે,” તેમણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર લખ્યું હતું કે તેમાં 10 ટકાનો વધારો થયો છે. આ 10.22 ટકાનો વૃદ્ધિ […]

GDP: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરીને અર્થશાસ્ત્રીઓના અંદાજને ખોટા ઠેરવ્યા છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાડા છ ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો, […]

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત – પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 7.8 ટકા નોંધાયો

દિલ્હીઃ- ભારતની અર્થવ્યવસ્થા સતત સુઘરી રહી છે હવે ભારત વિશ્વભરમાં ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે ત્યારે હવે  કૃષિ અને નાણાકીય ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા રહ્યો છે આથી વિશેષ કે આ સાથે જ ભારત ઉચ્ચ વિકાસ અર્થતંત્ર બની રહ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code