Homeગુજરાતીઐતિહાસિક સુધારા અને ખર્ચના આધારે ભારત નવ વર્ષમાં 5મું સૌથી મોટું જીડીપી...

ઐતિહાસિક સુધારા અને ખર્ચના આધારે ભારત નવ વર્ષમાં 5મું સૌથી મોટું જીડીપી બન્યું

દિલ્હીઃ- ભઙારત સતત પ્રગતિ કરતો દેશ છે હવે તે વિશ્વ સાથે પગલું માંડિને ચાલી રહ્યો છે અનેક દેશોમાં ભારતની તાકાત વધી છે ત્યારે હવે એર રિપોર્ટ અનુસાર ભારત છેલ્લા 9 વર્।માં 5મી સૌથી મોટી જીડીપી બન્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે જીએસટી જેવા ઐતિહાસિક સુધારા અને રોડ, પોર્ટ અને પાવર સેક્ટર જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી ખર્ચના કારણે ભારત આજે 9 વર્ષમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

વર્ષ 2014 માં, તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 10મા ક્રમે હતું. ટ્રેન્ડિંગ વિડિઓઝ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને સોમવારે ‘PM Modi’s Decade of Leadership – A Quantum Leap’ નામના અહેવાલમાં ા માબહિતી શેર કરી હતી.

આ રિપોર્ટમાં ણાવ્યું હતું કે વર્તમાન સરકારને નબળી અર્થવ્યવસ્થા વારસામાં મળી છે. ઘણી સંસ્થાઓ સરકારી સંકટમાં હતી, જેના માટે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારના અનેક પગલાં જવાબદાર હતા. આ બધુ હોવા છતાં, મોદી સરકારે ઐતિહાસિક સુધારા, મોંઘવારી નિયંત્રણ, નાણાકીય સમાવેશ અને ડિજિટલાઇઝેશનના મોરચે શાનદાર કામ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકાના ઘણા વર્ષો દરમિયાન ભારતનો આર્થિક વિકાસ સુસ્ત રહ્યો. પરંતુ, સરકારે નવા સુધારા દ્વારા અર્થવ્યવસ્થાને આગળ વધારી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે ઘણા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોઈ છે. તેમાં ડિજિટાઈઝેશન, અર્થતંત્રનું એકીકરણ, ઉત્પાદન માટે રોકાણ આકર્ષવા માટે બહેતર નીતિગત વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો સામેલ છે.

વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર 5.7 ટકા હતો આ રિપોર્ટ જનરેટ કરવા માટે અમુક પરિમાણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તે જુએ છે કે 2014 થી ભારતે આ પરિમાણો પર કેવું પ્રદર્શન કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2014થી વાર્ષિક ધોરણે જીડીપી ગ્રોથ 5.7 ટકા રહ્યો છે. કોવિડ પહેલાની વૃદ્ધિ 6.7 ટકા હતી. સરકારના કાર્યકાળ દરમિયાન વિકાસ દર 7.6 ટકાથી થોડો ઓછો હતો. તે સમયગાળા દરમિયાન તેને નીચી બેઝ ઇફેક્ટનો ફાયદો મળ્યો હતો.

આ સહીત વૈશ્વિક સ્તરે મોટાભાગે તેજીનું વાતાવરણ હતું. ડિજિટલાઇઝેશનની સફળતામાં મોટી ભૂમિકા ભારતની સફળતામાં નાણાકીય સમાવેશ અને ડિજિટાઈઝેશનની મોટી ભૂમિકા રહી છે. 2014 થી 50 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે, 2021 માં બેંક ખાતા ધરાવતા વ્યક્તિઓની સંખ્યા વધીને 77 ટકા થઈ ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular