Homeગુજરાતીપોલેન્ડઃ ખરાબ હવામાન દરમિયાન વિમાન થયું ક્રેશ,5ના મોત

પોલેન્ડઃ ખરાબ હવામાન દરમિયાન વિમાન થયું ક્રેશ,5ના મોત

  • પોલેન્ડમાં પ્લેન થયું ક્રેશ
  • વિમાન ક્રેશ થતા  5ના મોત
  • અન્ય 8 લોકો થયા ઘાયલ

દિલ્હી:ખરાબ હવામાન દરમિયાન સેસના 208 એરક્રાફ્ટ સ્કાયડાઇવિંગ સેન્ટરના હેંગરમાં અથડાયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. ફાયર વિભાગના પ્રવક્તા મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે, મધ્ય પોલેન્ડના ક્રેસિનોમાં બપોરે થયેલા અકસ્માતમાં પ્લેનના પાઇલટ અને તોફાની હવામાનને કારણે હેંગરમાં આશ્રય પામેલા ચાર લોકોનું મૃત્યુ થયું હતું.

પોલીસે જણાવ્યું કે અન્ય 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. પ્રાંતીય ગવર્નર સિલ્વેસ્ટર ડાબ્રોસ્કીએ જણાવ્યું કે ઘાયલોમાં એક બાળક પણ સામેલ છે. ક્રાસ્નો વોર્સોના ઉત્તર-પશ્ચિમમાં આશરે 45 કિલોમીટર છે. અગ્નિશામકો અને એર એમ્બ્યુલન્સ ઘાયલોને નોવી ડ્વોર માઝોવીકી પ્રદેશની હોસ્પિટલોમાં લઈ ગયા.

સ્થાનિક અગ્નિશામકોના અન્ય પ્રવક્તા, કટાર્ઝીના ઉર્બાનોવસ્કાએ જણાવ્યું હતું કે બચાવકર્તા હજુ પણ વધારાના પીડિતો માટે હેંગરની તપાસ કરી રહ્યા છે.

ફરિયાદી અને પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા હતા. 2014 પછી પોલેન્ડમાં સ્કાયડાઇવિંગ સંબંધિત તે સૌથી ખરાબ અકસ્માત હતો, જ્યારે દક્ષિણી શહેર ઝેસ્ટોચોવા નજીકના ટોપોલોમાં એક નાનું વિમાન ક્રેશ થતાં 11 લોકો માર્યા ગયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular