ભૂપેન્દ્ર પટેલે સુઈગામથી બનાસકાંઠાને વિકાસકાર્યોની ભેટ આપી
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામ ખાતેથી બનાસકાંઠા જિલ્લાને ₹358 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના વિકાસને વેગ આપવાનો છે. આ વિકાસકાર્યોમાં ડીસામાં ₹80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સૌથી મહત્વપૂર્ણ છે. આ હોસ્પિટલથી આસપાસના વિસ્તારોના […]