સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી, ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે […]