1. Home
  2. Tag "Gondal Yard"

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં ચણાના 75000 કટ્ટાની આવક, હરાજીમાં 1156નો ભાવ બોલાયો

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડુતો કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. સોમવારે યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મંગળવારે પણ ચણાના 70 થી 75 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. જ્યારે ચણાની હરાજીમાં 20 કિલોના 1 હજારથી લઈને 1156 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડની […]

નિકાસની છૂટ મળતા ગોંડલ યાર્ડમાં ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોના 400થી 450 બોલાયાં

રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. અને નિકાસબંધી ઉઠાવી લેવાની માગ સાથે ખેડુતોએ વિરોધ-પ્રદર્શનો પણ કર્યા હતા. મોટાભાગના ખેડુતોએ ના છૂટકે ડુંગળીનું વેચાણ કરી દીધુ હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવતા ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. એટલે જે ખેડુતોના ઘરમાં ડુંગળીને જથ્થો […]

ગોંડલ યાર્ડ બન્યુ ડિજિટલ, ખેડુતોને ઘેરબેઠા માલના વેચાણ અને ભાવ સહિતની વિગતો મળશે

રાજકોટઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટીંગ યાર્ડ બન્યું છે. હવે માર્કેટીંગ યાર્ડનો સંપૂર્ણ વહીવટ ડિજિટલ સ્વરૂપમાં કરવામાં આવશે. ખેડૂતની જણસી યાર્ડમાં પ્રવેશે ત્યાંથી વેચાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે. ખેડૂતોને તેની જણસી ક્યાં ઉતરી અને કેટલામાં વેચાઇ તે અંગે મોબાઇલમાં મસેજ મોકલવામાં આવશે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ભારતનું પ્રથમ પેપરલેસ યાર્ડ બન્યું […]

ટ્રાન્સપોર્ટરોની હડતાળ સમેટાતા ગોંડલ યાર્ડમાં પુનઃ લાલ મરચા, કપાસ અને તલીની હરાજી શરૂ

ગોંડલઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાઓના ખેડુતો કૃષિપાક વેચવા માટે આવતા હોય છે. ગત સપ્તાહના અંત સુધીમાં લાલ મરચા, કપાસ સહિતના પાકની સારીએવી આવક થઈ હતી. લાલા મરચાની તો એક જ દિવસમાં એક લાખ ભારીની આવક થતાં યાર્ડમાં મરચા રાખવા માટેની જગ્યા બચી નહતી. બીજી બાજુ ટ્રક-ટ્રાન્સપાર્ટરોની હડતાળને કારણે […]

ગોંડલના યાર્ડમાં લાલ મરચાની રોજ 2500 ભારીની આવક, 20 કિલોના ભાવ 1000થી 4000 બોલાયાં

ગોંડલઃ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલના માર્કેટ યાર્ડમાં કપાસ,મગફળી સહિત તમામ પાકોની આવક તો મહિનાથી શરૂ થઈ છે. હવે ગોંડલ પંથકના વખણાતા રેશમપટ્ટી તરીકે જાણીતા લાલ મરચાની આવક પણ શરૂ થઈ છે.  માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ […]

ગોંડલ યાર્ડમાં ડુંગળીની ઘૂમ આવક બાદ 900 ટન ડુંગળી ટ્રેનમાં આસામ રવાના કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે ડુંગળીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા તેમજ રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ ડુંગળીનું ઉત્પાદન સારુએવું થઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. સવારથી ડુંગળી ભરેલા ટ્રેકટરો અને ટ્રક-ટેમ્પાની લાઈનો લાગી જાય છે. સાથે બહારના રાજ્યોના વેપારીઓ […]

જીરૂમાં આગ ઝરતી ઐતિહાસિક તેજી, ગોંડલમાં મૂહુર્તના સોદા, મણના 36,001ના ભાવે ખરીદી !

રાજકોટ :  રાજ્યમાં આ વખતે જીરાના પાકમાં પ્રતિકૂળ વાતાવરણની અસરને લીધે પાક ધારણા કરતા ઓછો ઉતરશે તેવી દહેશતને લીધે જીરાના ભાવ આસમાને પહોંચ્યા છે. ગોંડલ યાર્ડમાં નવી આવકના શ્રીગણેશ થતા ઇતિહાસના સૌથી ઉંચા ભાવ ચૂકવીને ખરીદી કરવામાં આવી હતી. યાર્ડમાં એક મણ નવાં જીરુંનો ભાવ માનવામાં ન આવે એવો રૂ. 36001 બોલવામાં આવ્યો હતો. અલબત્ત, […]

ગોંડલ યાર્ડમાં મરચાની ધૂમ આવક, ખરીદી માટે પરપ્રાંતના વેપારીઓ ઉમટી પડ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલનું માર્કેટ યાર્ડ મોટું ગણાય છે. ખરીફ અને રવિપાકની જણસોથી માર્કેટયાર્ડ કાયમ ધમધમતુ જોવા મળતું હોય છે. ગોંડલ અને આજુબાજુના તાલુકાની ફળદ્રુપ જમીનને કારણે ખેત ઉત્પાદમાં આ પંથક મોખરે રહેતો હોય છે. હાલ લાલા મરચાનું સારૂએવું ઉત્પાદન થયુ છે. મોટી સંખ્યામાં ખેડુતો લાલ મરચાના વેચાણ માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ત્યારે પરપ્રાંતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code