1. Home
  2. Tag "government doctors"

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખોઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય વિષયક સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, જી.એમ.ઇ.આર.એસ. ના સુપ્રીટેન્ડન્ટ, 33 જિલ્લાના CDHO,CDMO અને 6 ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક મહત્વના 21 મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. રાજ્યની કુલ 2300 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી […]

સરકારી તબીબોની હડતાળ સામે સરકાર ઝૂકી, MBBS ડોક્ટરોનું વેતન વધારીને 75 હજાર કરાયું

અમદાવાદઃ રાજ્યમાં સરકરી હોસ્પિટલો અને દવાખાનાઓમાં તબીબોની હડતાળ વારંવાર પડતી હોય છે. પોતાની વિવિધ માગણીઓ માટે તબીબો સરકારનું નાક દબાવતા હોય છે. અને સરકારને ઝૂકવું પડતું હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી તબીબોની હડતાળ ચાલી રહી હતી. આખરે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. […]

મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા અધિકારીના ત્રાસને લીધે સરકારી તબીબો રાજીનામાં આપતા હોવાનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરો અને સરકારી તબીબો રાજીનામાં આપી રહ્યા હોય વિવાદ ઊભો થયો છે. સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓમાં એવી ચર્ચા છે. કે, સરકારી તબીબો પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માટે રાજીનામાં આપી રહ્યા છે. જ્યારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોએ એવો આક્ષેપ કર્યો છે. કે, મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસને […]

રાજ્યમાં સરકારી સિનિયર ડૉક્ટરોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા હડતાળ પર જવાની ચીમકી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તબીબો અને પેરા મેડિકલનો સ્ટાફ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબો પગાર અને બઢતીમાં અન્યાય થઈ રહ્યો હોવાની રાવ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code