1. Home
  2. Tag "Government Universities"

સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલથી જ પસંદ કરેલી કોલેજોમાં સીધો પ્રવેશ મળશે

કોલેજ અને કોર્ષ મુજબ મેરીટ યાદી જાહેર કરાશે પ્રવેશ પ્રકિયામાં યુનિવર્સિટીનો કોઈ રોલ નહીં રહે વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરીટમાં નામ આવશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને પસંદ કરેલી કોલેજમાં મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ GCAS પોર્ટલથી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે ગુજરાત […]

સરકારી યુનિવર્સિટીઓમાં હવે કૂલપતિઓ માટેની વય મર્યાદા 70 વર્ષની રહેશે

યુજીસીએ કૂલપતિના વય મર્યાદા નક્કી કરી અધ્યાપકોની ભરતી માટેના નવા નિયમો પણ જાહેર કરાયા 2009 પહેલા પીએચડી ઉમેદવારને નિમણૂકમાં નેટ-સ્લેટમાંથી મુક્તિ મળશે અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કૂલપતિઓ માટેની વય માર્યાદા તેમજ અધ્યાપકોની ભરતી માટે પણ નવા નિયમો જારી કર્યા છે. એટલે કે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રિક્રૂટમેન્ટ ઍન્ડ […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશનો થયો પ્રારંભ

વિદ્યાર્થીઓ 10મી ઓક્ટોબર સુધી GCAS પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, 11મી ઓક્ટોબરે પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરાશે, વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા ફી ભરવી પડશે અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે ઓનલાઈન અરજીનો આજથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) મારફતે તા. 1 થી 10મી ઓક્ટોબર સુધી પ્રવેશ માટે […]

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પરીક્ષામાં ચોરી સામે હવે આંકરો દંડ અને સજાની જોગવાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈમાં પણ પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા કે […]

સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર 28મી મે સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વર્ષ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીબીએ, બીસીએ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે છે. બાદમાં યુનિવર્સિટી, કોલેજ અને કોર્સ બદલી શકાશે. વિદ્યાર્થીઓ એક જ એપ્લિકેશનમાં […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન ફરજિયાત

અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદ્યાર્થીઓ ઘેરબેઠા પસંદગીની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની […]

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતની આઠ સરકારી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરીથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલા કાયદાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code