પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર મહાકુંભનો ભવ્ય પ્રારંભ, એક કરોડથી વધારે લોકોએ કુંભ સ્નાન કર્યું
પોષી પૂનમના દિવસે પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે. 144 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાનું આગવું માહાત્મય છે. ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભના પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.મહાકુંભમાં આશરે 40 કરોડ લોકો ઉમટી પડે તેવી શકયતા છે. મહાકુંભમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં […]