બરેલીમાં ગરીબ લોકોને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરાવતા રેકેટનો પર્દાફાશ, 4ની ધરપકડ
ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે ધર્મ પરિવર્તનના એક મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના 21 બેંક ખાતાઓમાં લાખો રૂપિયાના દાનના વ્યવહારની પણ માહિતી પોલીસને મળી છે. શરૂઆતની તપાસમાં પુરાવા મળ્યા છે કે તેમનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. બરેલીના ભૂટા વિસ્તારમાં મુસ્લિમ ધર્માંતરણનો એક મોટો ખેલ ચાલી રહ્યો હતો. […]