ઝાબુઓમાં સુકી ભઠ્ઠ જમીનમાં શિવગંગા પ્રોજેકટથી ભૂગર્ભ જળ સપાટી વધી, હરિયાળી ક્રાંતિનો પાયો નાખ્યો
(અલકેશ પટેલ) અમદાવાદઃ ગુજરાતની પૂર્વ સરહદ નજીક મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લામાં એક શાંત ક્રાંતિ થઈ રહી છે. આ ક્રાંતિનાં શસ્ત્રો છે પાવડા અને કોદાળી. આ ક્રાંતિનું ધ્યેય છે લીલીછમ ધરતી. આ ક્રાંતિનું પરિણામ છે જમીનમાં પાણીનો ભરપૂર સંગ્રહ. આ ક્રાંતિનાં ફળ મળી રહ્યાં છે આદિવાસી યુવાનોને ઘર આંગણે જ રોજગારીના અવસર રૂપે. ઝાબુઆના આદિવાસીઓએ, અન્ય ગ્રામ્ય […]