GST કલેક્શન ₹1.40 લાખ કરોડને પાર,વાર્ષિક ધોરણે 56%નો વધારો
જૂન 2022 માટે ₹1,44,616 કરોડ GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 56%નો વધારો એપ્રિલ 2022 કલેક્શન પછી બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે દિલ્હી:જૂન 2022 મહિનામાં કુલ GST આવક ₹144,616 કરોડ છે,જેમાંથી CGST ₹25,306 કરોડ છે, SGST ₹32,406 કરોડ છે, IGST ₹75887 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹40102 કરોડ સહિત) અને ₹11018 કરોડ ઉપકર છે. (માલની આયાત પર એકત્રિત ₹1197 કરોડ સહિત).જૂન 2022માં ગ્રોસ GST કલેક્શન એ એપ્રિલ 2022ના ₹1,67,540 કરોડના કલેક્શન પછી બીજા ક્રમે છે. […]


