1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાત હાઈકોર્ટમાં હવે નવા કેસની ઝડપી સુનાવણી માટે ઓટોલિસ્ટિંગથી અરજદારોને રાહત થશે

અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવા નોંધાયેલા કેસને ઓટો લિસ્ટિંગ કરવાનો નિર્ણય ચીફ જસ્ટિસ અરવિંદકુમારે લીધો છે. આ નિર્ણયથી લાખો પક્ષકારોને કેસ ચલાવવા માટે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કેસ નોંધાયા બાદ જે તે વકીલને ઇમેઇલ, મેસેજથી જાણ કરાશે. નવા ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ થવાથી કેસ નોંધાયા બાદ બે દિવસમાં તેને બોર્ડ પર સુનાવણી માટે […]

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક થઈ છે. હાઈકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે […]

PSI ભરતીની પરીક્ષાના પરિણામમાં વિવાદના મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટે પાઠવી અરજન્ટ નોટીસ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કરાતી ભરતીઓ કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કેટલીક વિસંગતતા રહી હોવાના મુદ્દે વિવાદ ઊભા થયો હતો. અને કેટલાક ઉમેદવારોએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પીએસઆઈ  ભરતીના પરિણામના વિવાદ મામલે  ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ […]

મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાથી પોરબંદરના ગોસાબારા મુસ્લિમ સમાજના 100 જેટલા માછીમારી પરિવારોના 600 વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે  આગામી દિવસોમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા […]

ગુજરાત હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવી રજાને દિવસે સુનાવણી યોજી કોન્સ્ટેબલને જામીન આપ્યા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે પણ સુનાવણી કરીને જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની પરીક્ષા આપવા માટે જામીન મંજુર કર્યા હતા. ન્યાયતંત્ર માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ સાબિત થાય તેવી ઘટના સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં શનિવારે રજા હોવાથી કોર્ટની કાર્યવાહી બંધ રહેતી હોય છે. પરંતુ હાઈકોર્ટે એક ઉમેદવારનું ભવિષ્ય ન બગડે તે માટે રજાના […]

રાજ્યના મહાનગરોમાં નોનવેજ લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે હાઈકોર્ટેની મ્યુનિ.કોર્પોરેશનને ઝાટકણી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેરમાં લારીઓમાં વેચાતી આમલેટ અને નોનવેજ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ […]

બળાત્કાર કેસઃ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી, બે સપ્તાહના ફર્લો રદ

હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ કર્યો રદ હાઈકોર્ટે સાંઈને બે સપ્તાહના ફર્લો મંજૂર રાખ્યાં હતા દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. સાંઈને હાઈકોર્ટે આપેલા બે સપ્તાહના ફર્લોને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં […]

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદ કુમારને રાજ્યપાલે શપથ લેવડાવ્યા

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલાં ન્યાયાધીશ  અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી  પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી […]

આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ,ગુજરાત હાઇકોર્ટે વકીલને ખખડાવ્યો

વકીલોએ કોર્ટનો સમય ન બગાડવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ 400થી વધુ કેસ લિસ્ટીંગ થયેલા પડ્યા છે: ગુજરાત હાઈકોર્ટ વાદીના કેસમાં વકીલ બદલવા બાબતે કોર્ટ નારાજગી વ્યક્ત કરી અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં વાદીના વકીલ બદલવાના કેસમાં સુનવણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી, આ વાત પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટ દ્વારા આ […]

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસની નિમણૂક માટે સાત જેટલાં સિનિયર ધારાશાસ્ત્રીઓના નામની ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં સાત જેટલા સિનિયર લોયર્સની જસ્ટિસ તરીકે નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન. એસ. ભટ્ટના પુત્ર સંદીપ ભટ્ટ સહિત 7 સિનિયર વકીલોનો સમાવેશ થાય છે. સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code