![આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ,ગુજરાત હાઇકોર્ટે વકીલને ખખડાવ્યો](https://www.revoi.in/wp-content/uploads/2021/10/gujarat-high-court-invalidates-law-ministers-2017-election-win.jpg)
- વકીલોએ કોર્ટનો સમય ન બગાડવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ
- 400થી વધુ કેસ લિસ્ટીંગ થયેલા પડ્યા છે: ગુજરાત હાઈકોર્ટ
- વાદીના કેસમાં વકીલ બદલવા બાબતે કોર્ટ નારાજગી વ્યક્ત કરી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં વાદીના વકીલ બદલવાના કેસમાં સુનવણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી, આ વાત પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું કે,હાઈકોર્ટ એ બગીચો નથી, જ્યાં કોઈ પોતાની ઈચ્છા મુજબ ચાલી શકે અને બહાર જઈ શકે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો પાટણમાં ખોજા કોમ્યુનિટી ટ્રસ્ટની મિલકત વિવાદ સાથે સંબંધિત છે.પ્રથમ કેસમાં વાદીઓમાંથી એક તરફે બે વકીલોએ કેસ છોડી દીધો હતો. જ્યારે નવા વકીલે કોર્ટ પાસે પોતાને તૈયારી કરવા માટે સમય માંગ્યો ત્યારે અરજદારના વકીલે કાર્યવાહીમાં વિલંબ સામે વાંધો ઉઠાવ્યો. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ વી.ડી. નાણાવટીની ખંડપીઠે કારણો જાણવા માંગ્યા જેના કારણે વકીલો કાર્યવાહીમાંથી બહાર નીકળી ગયા.
ન્યાયાધીશોએ મંગળવારે સવારે બંને વકીલોને બોલાવ્યા અને ટિપ્પણી કરી, “હાઇકોર્ટ લો ગાર્ડન અથવા પરિમલ ગાર્ડન નથી જ્યાં એક વ્યક્તિ અંદર જાય છે અને બીજા દિવસે ‘હું અહીં છું’ અને કહે છે કે ‘હું બહાર છું.’ શું બકવાસ ચાલી રહ્યો છે? અમે આ સહન નહીં કરીએ. ” કોર્ટે વકીલોને કોર્ટમાં જવાબ આપવા માટે બોલાવ્યા છે.
આ પહેલા પણ હાઈકોર્ટે વકીલને ખખડાવ્યા હોવાના બનાવ બની ગયા છે. હાઈકોર્ટમાં કોઈ સુનવણી વખતે સામાન્ય રીતે સુનવણી દરમિયાન અન્ય કેસ માટે આવેલા વકીલો અને પક્ષકારો શાંતિથી બેસતાં હોય છે. જોકે એક વાર એક વકીલ દ્વારા હાઈકોર્ટમાં કેસની સુનાવણી વચ્ચે કેટલીક ટિપ્પણીઓ કરતાં હાઈકોર્ટે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી હતી. તેમજ વકીલ સામે ફોજદારી પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે બાર એસોસિએશનના પદાધિકારીએ માફી માગતાં મામલો થાળે પડ્યો હતો
હાઈકોર્ટે કહ્યું અત્યારે 400 થી વધુ કેસ લિસ્ટીંગ થયેલા પડ્યા છે, તેથી વકીલોએ કોર્ટનો સમય ન બગાડવો જોઈએ. કોર્ટે વકીલોને પહેલાં કહ્યું હતું કે પ્રતિવાદીઓને બે કલાકમાં પાટણથી બોલાવવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. જો કે પ્રતિવાદીઓ તરફથી આ મુદ્દે રાહતની માંગણી કરવામાં આવતા હાઈકોર્ટે તેમને આવતીકાલે 6 સપ્ટેમ્બરે સવારે હાજર રહેવા આદેશ આપ્યો છે.