- રાંઘણગેસ સિલિન્ડના ભાવ આસમાને
- ફરી એક વખત ભાવમાં વધારો ઝિંકાયો
દિલ્હીઃ- દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે,પેટ્રોલ ડિઝલના ભાવની સાથે સાથે એલપીજી અને રાંઘણગેસના ભાવો સાતમા આસમાને પહોંચ્યા છે ત્યારે હવે ફરી એક વખત સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે 6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ 1લી ઓક્ટોબરના રોજ માત્ર 19 કિલો વ્યાપારી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈમાં બિન-સબસિડી વગરના સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.
દેશના મોટા મહાનગરો એવા કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર હવે 915.50 રૂપિયામાં મળશે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને જોતા આશંકા છે કે આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 1 હજાર રૂપિયાને પાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ ગેસ બોટલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહતો, જો કે એપ્રિલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત આ વર્ષેની શરુાતના મહિના જાન્યુઆરીમાં 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.