1. Home
  2. Tag "Gujarat news"

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર, 27 માર્ચ, 2026 – ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી […]

અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર

અમદાવાદ, 27 માર્ચ, 2026- Ahmedabad Civil Hospital અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર થઈ ગયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં […]

મોડાસા-રાજેન્દ્રનગર રોડ: વર્ષોથી અધૂરું કામ અને વધતી અકસ્માતની ભીતિ

અહેવાલ અને તસવીરોઃ હેમંત પરમાર, મોડાસા, 27 માર્ચ, 2026 – Modasa-Rajendranagar Road મોડાસા થી રાજેન્દ્રનગર જોડતો મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા છ વર્ષથી નિર્માણાધીન હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શરૂઆતમાં માર્ગના એક ભાગ માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવીને કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે બીજા […]

ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ, જાણો જળાશયોમાં કેટલો જથ્થો?

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ  રાજ્યમાં સૌથી વધુ ૨.૩૪ લાખ MCFT પાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ગત વર્ષે માર્ચ ૨૦૨૫ કરતા આ વખતે રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ  ગાંધીનગર, 7 માર્ચ, 2026 – ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા […]

PM મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે મુલાકાત, વ્યાપાર-ઊર્જા સહિતના મુદ્દે મંથન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરી એકવાર પાટા પર આવી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક જે. કાર્નીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ […]

લોરેન્સ બિશ્નોઈ ગેંગની મેડમ ઝેર ઝડપાઈ, ડ્રગ્સ અને હથિયારોના નેટવર્કનો પર્દાફાશ

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. ગેંગમાં ‘મેડમ ઝેર’ તરીકે જાણીતી અને શૂટર બોબી કબૂતરની ગર્લફ્રેન્ડ ખુશનુમા અંસારી ઉર્ફે નેહાની ધરપકડ કરવામાં આવી છે. બ્યુટી પાર્લરની આડમાં ડ્રગ્સ અને હથિયારોનું સિન્ડિકેટ ચલાવતી આ લેડી ડોનની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. […]

SIR બાદ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ: રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા

50,963 BLOએ ઘરે ઘરે જઇને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપીંગ-મેચીંગની કામગીરી સુપેરે પાર પાડી SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s final voter list published ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ 5,08,43,436 (પાંચ કરોડ આઠ લાખ તેતાળીશ હજાર ચારસો છત્રીસ) નોંધાયેલા મતદારોમાંથી 73,73,327 ઘટીને 4,34,70,109 […]

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી. રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, […]

તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર મુસ્લિમો વર્ષમાં દરરોજ નમાઝ પઢી શકશે

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: તમિલનાડુની પવિત્ર તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર લાંબા સમયથી ચાલી રહેલા ‘કાર્તિગઈ દીપમ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, પહાડીના નેલ્લીથોપ્પુ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય રમઝાન અને બકરી ઈદના અવસરે નમાઝ પઢી શકે છે, પરંતુ ત્યાં દરરોજ નમાઝ પઢવાની મંજૂરી આપી શકાય નહીં. જસ્ટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code