ગુજરાત ટેકનોલોજી યુનિ. વિદ્યાર્થીઓના માનસિક તનાવ ઘટાડવા સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર સ્થાપશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને માનસિક અસર થઈ હતી. આથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓના તણાવને અંકુશમા રાખવાના હેતુસર સ્પેશિયલ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. ચાંદખેડા સ્થિત જીટીયુ કેમ્પસમાં કાર્યરત થનારા આ સેન્ટર માં અગ્રણી કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી, મહારાષ્ટ્રના સાયકોલોજિસ્ટ ડો. બિજલ ભટ્ટ સહિતના વિવિધ અગ્રણી સાયકોલોજિસ્ટ જીટીયુના વિદ્યાર્થીઓને […]