1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ પ્રવેશમાં રજિસ્ટ્રેશન પૂર્ણ, 40,000 બેઠકો સામે 32238 વિદ્યાર્થીઓ નોંધાયા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લાવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે  રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી હતી. તે હાલ હાલ પૂર્ણ થઇ ચુકી છે. તમામ કોર્સની મળીને અંદાજે 40 હજાર બેઠકોની સામે 32238 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરી દીધી છે. આમ, હાલની […]

ગુજરાત યુનિ. દ્વારા MSCમાં પ્રવેશ માટે શનિવારથી રજીસ્ટ્રેશન થશે, 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ પ્રવેશની મોસમ ચાલી રહી છે. પ્રથમ વર્ષ વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, તેમજ બીબીએ,બીસીએ સહિતના જુદા જુદા અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુનિ.એમએસસીમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. અનુસ્નાતક કોર્ષમાં એમએસસીમાં પ્રવેશ માટે આગામી તા. 25મી જુનથી રજિસ્ટ્રેશનની પ્રકિયા શરૂ થશે. અને […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને PG ભવનોના યોગ બોર્ડ વચ્ચે થયાં MOU

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ગુજરાતભરમાં 21 મી જુને ઊજવણી કરાશે. અને યુનિવર્સિટીઓ, શાળા કોલેજોમાં યોગ દિનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોના MOU કરાયા છે. દરેક કોલેજોને એક યોગ ટ્રેઈનર પણ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સહાય કરશે. ગુજરાત […]

ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2022-23નું નવું શૈક્ષણિક સત્ર જુલાઈથી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો જુલાઈથી પ્રારંભ થશે. અને યુનિ.સંલગ્ન વિનિયન,વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો જુલાઈથી જ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યથી ધમધમતી થઈ જશે. હાલ કોલેજો અને યુનિ.ભવનોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે. આ વખતે કોલેજોના પ્રથમ વર્ષમાં યુનિ.એ ઓનલાઈન પ્રવેશની વ્યવસ્થા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 2 વર્ષથી પ્રવેશ, પરીક્ષા અને […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે 37 જેટલી સેવાઓ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને નાના કામ માટે પણ યુનિવર્સિટીમાં આવવું પડે છે. જેમાં વિદ્યાર્થીઓનો સમય પણ બરબાદ થતો હોય છે. યુનિ.ના સત્તાધિશોએ પરીક્ષાની વિવિધ કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રી-રિસ્ટ્રેશન, એલિજિબિલિટી, માઈગ્રેશન સર્ટી, એડમિશન, પરીક્ષા ફોર્મ, હોલ ટિકિટ, રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, હોસ્ટેલ […]

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી […]

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રદૂષણ ઘટાડવા ઈ- રિક્ષા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ઈ-રિક્ષા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું વાહન યુનિ.ના મુખ્ય પાર્કિંગમાં પાર્ક કરીને ઈ-વાહનો દ્વારા જે તે ભવનોમાં જઈ શકશે.  એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં કામ માટે જવા માટે સ્ટાફ પણ ઈ રીક્ષાનો ઉપયોગ કરી શકશે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂ એજ મીડિયાનો સર્ટિફિકેટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીનો કોર્ષ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત  વિન્ટર એડમિશનની પહેલ થઈ રહી છે. આ વિન્ટર એડમિશનમાં ખાસ ન્યુ એજ મીડિયાના અલગ અલગ કોર્સ શરૂ કરવામાં આવશે.એડમિશનના કોઈ પણ ધોરણ વિના પ્રવેશ આપવામાં આવશે. ન્યુ એજ મીડિયાના કોર્સ શરુ થઇ રહ્યા છે તેમાં અત્યારે ટેકનોલોજીમાં તથા ડીજીટલ પ્લેટફોર્મ અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વીડિઓ એડિટીંગ, ઓડીઓ એડિટીંગ,સમાચાર પ્રચાર […]

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી તા. 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવશે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યેની રૂચિ કેળવાય અને નવા સંશોધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે હેતુથી […]

ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદના જન્મ દિન 26મી ફેબ્રુઆરીએ સ્કલ્પચર શો યોજાશે

અમદાવાદઃ શઙેરનો સ્થાપના દિન આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ ઊજવાશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પણ અમદાવાદના જન્મદિને સ્કલ્પચર શોનું આયોજન કર્યુ છે.  70 વર્ષમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે, જ્યારે કોઈ કન્ટેમ્પરરી આર્ટિસ્ટના મોટા કદનાં સ્કલ્પચરનો શો ગુજરાત યુનિવર્સિટીના ઓપન પરિસરમાં યોજાશે. અમદાવાદના 611મા જન્મદિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીએ અમદાવાદના અને દેશભરમાં જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code