1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉ સેમેસ્ટર 2, 4 અને 6ની ઓનલાઇન પરીક્ષા 6 જુલાઇથી લેવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે આગામી ૬ જુલાઇથી લૉમાં દરેક સેમેસ્ટરમાં ઓનલાઇન એકઝામ લેવાનુ નક્કી કરાયુ છે. ઓનલાઇન એકઝામ આપવી કે ઓફલાઇન તે માટે  વિદ્યાર્થીઓને આગામી ૧૯મી જૂન સુધીમાં વિકલ્પ આપી દેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઓનલાઇન પરીક્ષાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઇન એકઝામમાં ૫૦ મિનિટમાં ૫૦ એમસીક્યુ પ્રશ્નોના જવાબ […]

ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરાશેઃ એન્ટ્રસ એક્ઝામ લઈને પ્રવેશ આપાશે

અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમ.ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિયેશન અને એરોનોટિક્સના કોર્સ શરૂ કરાશે, […]

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે અરજી કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચમાં 2300 […]

ગુજરાત યુનિવર્સિટીએ પણ એલએલબી અને એલએલએમની પરીક્ષા મોકૂફ રાખી

અમદાવાદ: કોરોના કાળે પરીક્ષાઓનું સમય પત્રક પણ ખોરવી નાંખ્યુ છે. બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ હવે ગુજરાત યુનિવર્સિટીએ LLB, 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ લો, LLM ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પરીક્ષાઓ 10 અને 24 જૂનથી શરૂ થવાની હતી પરંતુ હવે નવી તારીખો જાહેર ના થયા ત્યાં સુધી તમામ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી […]

ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશની કામગીરી ખાનગી એજન્સીને સોંપતા ABVPએ વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપાતા વિરોધ જાગ્યો છે.  આ કામગીરીમાં ખાનગી એજન્સી દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાનો ભાજપની વિદ્યાર્થી પાંખ  ABVPએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન […]

ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, વિદ્યાર્થીઓ મુકાયાં મુશ્કેલીમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે વિવિધ શૈક્ષમિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ ઓનલાઈન પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં કેટલીક ખામી સર્જાતા વિદ્યારથીઓ મુજવણમાં મુકાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. પરંતુ […]

ગુજરાત યુનિવર્સિટીને 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર ૧ ,૬ અને પી.જી. સેમેસ્ટર ૬માં ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ આપવા માટે આજે છેલ્લો દિવસ હતો ત્યાર અત્યાર સુધીમાં કુલ ૯૦ હજારમાંથી માત્ર ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામની સંમતિ આપી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટીએ ૬૦ હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન એક્ઝામ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. યુનિવર્સિટીએ […]

ગુજરાત યુનિની પરીક્ષા ઓફલાઈન આપવી કે ઓનલાઈન, વિદ્યાર્થીઓ શુક્રવાર સુધીમાં વિકલ્પ પસંદ કરે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમેસ્ટર-6-4 અને 1ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપવી છે કે ઓફલાઇન તેના માટેની સંમતિ માગવામાં આવી છે. 21મી મે સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન સંમતિ આપવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ કયારે લેવામાં આવશે તેની […]

ગુજરાત યુનિ.ના ખાસ પદવીદાન યોજાશેઃ ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓ 14મી જૂન સુધી કરી શકશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારંભ આગામી મહિનાઓમાં યોજવાનું નક્કી કરાયું છે. આ પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને આગામી 14મી જૂન સુધીમાં ઓનલાઇન ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂરી થયા પછી પદવીદાનની તારીખ સહિતની વિગતો જાહેર કરાશે. સૂત્રોના જમાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પદવીદાન સમારંભનુ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code