1. Home
  2. Tag "gujarat"

MBBSમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા પૂર્ણ, અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ શેકાયા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં એમબીબીએસમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ પરીક્ષા રાષ્ટ્રિય લેવલે ગુજરાત સહિત દેશભરમાં લેવામાં આવી હતી. જેમાં  1.10 લાખ બેઠકો સામે 24 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયાં હતા. અમદાવાદ શહેરમાં પણ 21 જેટલાં સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારના 11:00 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ […]

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

ખેડબ્રહ્મા : રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ, […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન ફરજિયાત

અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદ્યાર્થીઓ ઘેરબેઠા પસંદગીની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની […]

ગુજરાતમાં કાલે રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે , ચૂંટણી પંચ બન્યુ સજ્જ

ગાંધીનગરઃ ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાશે.અને  5મી મેને રવિવારે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાતં પડી જશે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

કોંગ્રેસ ભ્રષ્ટાચારી જ છે, તો તેના નેતાઓની શા માટે ભાજપમાં ભરતી કરો છોઃ ખડગે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શુક્રવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને અમદાવાદ શહેરના પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત મકવાણા માટે દાણીલીમડા વિધાનસભામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરી રહી છે. દેશના બંધારણને બચાવવા માટે આ ચૂંટણી મહત્વની છે. આ ચૂંટણી લોકશાહી બચાવવા માટે છે. ભાજપના […]

વોટ જેહાદની વાતમાં કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ દેખાય છેઃ વડાપ્રધાન મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે. ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે […]

કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code